ટેક્નોલોજી / WhatsApp યુઝર માટે આવ્યા ખુશખબર, આ પાંચ નવા ફીચર બનાવશે તમારી ચેટિંગને વધુ રસપ્રદ
હાલના સમયમા દુનિયાની સૌથી લોકપ્રિય મેસેજીંગ એપ્લિકેશનોમાંની એક વોટ્સએપ અમુક સમયના અંતરે તેના યુઝર્સને નવા ફીચર્સ આપવા માટે નવા અપડેટ્સ જાહેર કરતી રહી છે. આજે આપણે આ લેખમા અમે વોટ્સએપ યુઝર્સને જલ્દી જ મળી શકે તેવા પાંચ ફીચર્સ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
ચાલો જાણીએ.
Unknown Business Accounts ફીચર :
આ ફીચરના કારણે જ્યારે તમને કોઈ અજાણ્યા બિઝનેસ વોટ્સએપ એકાઉન્ટ પરથી મેસેજ આવશે તો તમને તેના વિશે તુરંત જ માહિતી મળી જશે.
ડિલીટ ફોર એવરીવન વિકલ્પમા બદલાવ :
વોટ્સએપના મેસેજ ડિલીટ ફીચરમાં ‘ડિલીટ ફોર એવરીવન’ વિકલ્પ માટેની સમય મર્યાદા એક કલાક સુધી લંબાવવામા આવી છે. હવે મેસેજ મોકલ્યા બાદ મોકલનાર ગમે ત્યારે ડિલીટ કરી શકશે.